જીંદગીભરની ગુલામીમાં રહ્યો છું

જીંદગીભરની ગુલામીમાં રહ્યો છું
એ છતાં હું ખાનદાનીમાં રહ્યો છું

એક સાથે બેઉના માપ્યા છે પાણી
એક સાથે આગ પાણીમાં રહ્યો છું

નાના નાના દર્દના રડવાડા જીતી
હુંય નકરી બાદશાહીમાં રહ્યો છું

તું રહી જો હોય જળના મ્હેલમાં તો
હું હવાની રાજધાનીમાં રહ્યો છું

દેહ છોને ઓરડે આળસ મરડતો
આતમાથી હુંય બારીમાં રહ્યો છું
-ચંન્દ્રેશ મકવાણા

Advertisements

બેઉ દેખાડી દે ધોળે દાડે તારા બાપલા

બેઉ દેખાડી દે ધોળે દાડે તારા બાપલા
આગ પાણી બેઉથી છેટા જ સારા બાપલા

એકલો વેઠ્યા કરે છે ખાર આખ્ખા વિશ્વનો
એટલે દરીયાના જળ છે ખૂબ ખારા બાપલા

ઠગ સ્વંય પણ રોજ ઇશ્વરને કરે છે પ્રાર્થના
શત્રુને પણ મિત્ર ના મળજો ઠગારા બાપલા

એમ કંઇ અમથી જ મૂળમાંથી ધરા ધ્રુજી ઉઠે ?
પાપ પોકારી રહ્યા છે તારા-મારા બાપલા

એ જ લોકો આગને પોષી રહ્યા છે આમતો
“આગ ઠારો” ના લગાવે છે જે નારા બાપલા

-ચંન્દ્રેશ મકવાણા

આગને અડવું હતું ને ! અડ હવે

આગને અડવું હતું ને ! અડ હવે
જંગ જો છેડ્યો જ છે તો લડ હવે

મેં જ તારો માર્ગ કંડારી દીધો છે
લે મુશીબત આવ આવી પડ હવે

શિશ તો સાવ જ નપાવટ નીકળ્યું
જોઇ લઇએ શું કરે છે ધડ હવે

આબરું લુંટાય છે લાચારની
હાલને અબ્બી જ ઘોડે ચડ હવે

તું સ્વયમ સર્જી અચંબામાં પડે
કંઇક એવી રીતથી તું ઘડ મને

-ચંન્દ્રેશ મકવાણા

અંતરથી આતમાથી મનથી શરીરથી

અંતરથી આતમાથી મનથી શરીરથી
સાધુ ફકીર સંત મેં જોયા નજીકથી

એથી સ્વીકારી લીધો ધગધગતો વર્તમાન
છૂટકારો જોઇતોતો મારે અતીતતી

આપી દે જર જમીન જોરું વ્યાજમાં મને
બીજી તો શું અપેક્ષા રાખું ગરીબથી ?

છું આમ તો હું કેવળ માટીનો પીંડ પણ
ધ્રુજાવી દઉ ધરા જો છટકું પરીઘથી ?

જોખમ ઉઠાવી જીવનું જીવું છું એટલે
નાતો છે મારો મારી ગુંઠો જમીનથી

-ચંન્દ્રેશ મકવાણા

પળપળનું એ પછીથી પાણી મપાય છે

પળપળનું એ પછીથી પાણી મપાય છે
જ્યારે કોઇનો આખરી આધાર જાય છે

અમને સમજવા સમજણ ઓછી પડી જશે
અમને કદી ન પૂછો અમને શું થાય છે

અહીયાં અસંખ્ય રાતો આવે છે સામટી
અહીયાં અસંખ્ય દીવસો પળમાં જીવાય છે

ડૂબી જવાના ભયનું એવું તે જોર છે કે
એક જ હલેસે જોજન દરીયો કપાય છે

લાચારીઓ મળીને ભીના કરે છે ખોયા
મજબૂરીઓ મળીને હાલરડા ગાય છે

મારી ઉદાશીઓને વાચા દઇ દઇને
માંદા પડ્યાં છે શબ્દો અર્થો રીબાય છે

-ચંન્દ્રેશ મકવાણા

જીંદગીભરની ગુલામીમાં રહ્યો છું

જીંદગીભરની ગુલામીમાં રહ્યો છું
એ છતાં હું ખાનદાનીમાં રહ્યો છું

એક સાથે બેઉના માપ્યા છે પાણી
એક સાથે આગ પાણીમાં રહ્યો છું

નાના નાના દર્દના રડવાડા જીતી
હુંય નકરી બાદશાહીમાં રહ્યો છું

તું રહી જો હોય જળના મ્હેલમાં તો
હું હવાની રાજધાનીમાં રહ્યો છું

દેહ છોને ઓરડે આળસ મરડતો
આતમાથી હુંય બારીમાં રહ્યો છું

-ચન્દ્રેશ મકવાણા

બેઉ દેખાડી દે ધોળે દાડે તારા બાપલા

બેઉ દેખાડી દે ધોળે દાડે તારા બાપલા
આગ પાણી બેઉથી છેટા જ સારા બાપલા

એકલો વેઠ્યા કરે છે ખાર આખ્ખા વિશ્વનો
એટલે દરીયાના જળ છે ખૂબ ખારા બાપલા

ઠગ સ્વંય પણ રોજ ઇશ્વરને કરે છે પ્રાર્થના
શત્રુને પણ મિત્ર ના મળજો ઠગારા બાપલા

એમ કંઇ અમથી જ મૂળમાંથી ધરા ધ્રુજી ઉઠે ?
પાપ પોકારી રહ્યા છે તારા-મારા બાપલા

એ જ લોકો આગને પોષી રહ્યા છે આમતો
“આગ ઠારો” ના લગાવે છે જે નારા બાપલા

-ચન્દ્રેશ મકવાણા