કાળજાનો કાટ પીને કણસ્યાની વેદના છે
આંખોમાં કંઇક વરસો ભટક્યાની વેદના છે

ના સ્પર્શ દોસ્ત,મારી અગંત અટારીઓને
એના ખૂણેખૂણામાં સળફ્યાની વેદના છે

સદીઓથી સાવ સૂના અસ્તિત્વના આ રણને
અમથું હ એક તરણું અડક્યાની વેદના છે

તાજા જ ઓરતાઓ વાવેલ કયારીઓમાં
નીંદણ બણી નિસાસા ફણગ્યાની વેદના છે

છોડી દીધી શરીરે શગની શક્યતાઓ
એવી ક્ષણો જ સૂરજ પ્રગટ્યાની વેદના છે

-ચન્દ્રેશ મકવાણા