હાથ ખંખેરી તરત ઉઠી ગયા
મિત્ર આપી વાયદા છૂટી ગયા

આપની ઉંમ્મરને માથું ટેકવ્યું
અર્થ એનો એ નથી ઝૂકી ગયા

એટલો સહેલો છે ઉત્તર આપવો
પૂછનારા કેટલું પૂછી ગયા..

આવનારું છેક લગ આવ્યું નહી
સુર્ય ઉગી આથમી ડુબી ગયા

આપનો જોટો જડે ના ક્યાંય પણ…
આપ તો જલ્દી બધું ભુલી ગયા

“-ચંદ્રેશ મકવાણા