શબનમ શબનમ શબનમ સાંજો
મખમલ મખમલ મખમલ વાતો

ધકધક ધકધક ધકધક હૈયું
ઉભડક ઉભડક ઉભડક શ્વાસો

રાયણ જેવા રીસામણાંને
સ્ટ્રોબેરી જેવી ફરીયાદો

સોનપરીની જુલ્ફ ઉપરથી

ઝરતા જલબિદુશી આંખો
કલકલ કલકલ રકઝક વચ્ચે
વળાંક ખઇને વહેતી રાતો
-ચન્દ્રેશ મકવાણા(નારાજ)